જીવનમાં મધુરતા લાવતો અવસર આવ્યો છે આજ અમારે આંગણે,આપણોજ ભાઈ,આપણુંજ કુટુંબ,આપgaણેજ એક-બીજાને ખંભે ખંભો મિલાવી,સુખ-દુઃખ માં મદદરૂપ થાય તેવા હેતુથી જાણે આપણા પરિવાર માં સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવા અંતરના આનંદ સાથ સહર્ષ ખુશાલી સાથ જણાવતા આનંદ થાય છે કે,સદા વંદનીય એવા આપણા કુળદેવી શ્રી ખોડિયાર માતાજીની અસીમ કૃપાથી આપણા ગોંડલીયા પરિવારના દરેક ભાઈઓ આજના આધુનિક ભાગદોડના યુગમા દરેક માણસને મળવું શક્ય હોતું નથી,પરિચીત હોવા છતાં અપરિચિત રહેતા હોઈએ છીયે,ત્યારે અકબીજાને મળવાનો,જાણવાનો તથા પરિચિતતા કેળવવાનાં ઉમદા હેતુથી,યુવાપેઢી એક-બીજાને જાણે સાથે બાળકોને કઈક માણવા મળે,યુવાનોને કઈક જાણવા મળે પરસ્પર સ્નેહ પુષ્પ સમર્પિત કરી શકે અને પ્રેમ સમર્પણ તથા સેવાનો લાભ લઈ શકે તેવા શુભ આશય સાથે.
સમસ્ત ગોંડલીયા (લેઉવા પટેલ)પરિવાર-રાજકોટ
એક સ્નેહમિલન કરવા જય રહ્યું છે.